રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2020 (17:54 IST)

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે અસર

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ મેઘ મહેર રહશે. રાજ્યના અમુક વિસ્તારોમાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ રાજ્યના બે પ્રાંતમાં વધારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે અને ભારે પવન ફૂંકાશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસશે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચોમાસાનું આગમન નથી. ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડા નિસર્ગના કારણે અરબી સમુદ્રમાં ડિપ્રેશ સર્જાયું હતું અને તેના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન સરકારમાં નોંધાયાલે આંકડા સવારના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જામજોધપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો તો અમરેલીના ખાંભામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પણ 2.5 વરસાદ વરસ્યોહતો તો રાજુલામાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.રાજ્યના અમરેલી જિલ્લામાં આજે 6ઠ્ઠા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સાવરકુંડલામાં વરસાદના કારણે ચેકડેમો છલકાઈ ગયા છે. તો મહુવાના બગદાણામાં નદીમાં પુર આવતા રસ્તો બંથ ગઈ ગયો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું હતું.