શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 જુલાઈ 2021 (11:29 IST)

રાજ્યમાં વરસાદનો ઈંતજાર લંબાયો - આગામી 19 થી 21 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. જોકે અમદાવાદ શહેરમાં બે દિવસથી વાદળો ઘેરાયા છે. પરંતુ રાજ્યમાં વરસાદનો ઈંતજાર લંબાયો છે. જેથી બફારો વધતા શહેરીજનો ઉકળળાટમાં અકળાયા છે. આગામી 19 થી 21 જુલાઈ વચ્ચે સમગ્ર સૂરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં વરસા પડવા છતા બફારાના કારણે લોકો અકળાયા હતા . 
 
આગામી પાંચ દિવસ સુધી સૂરત શહેર અને જિલ્લામાં વાદકછાયુ વાતાવરણ રહેવાની સાથે મધ્ય્મથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 19 થી 21 જુલાઈ વચ્ચે સમગ્ર સૂરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે