સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (11:19 IST)

આ રાજ્યોમાં લોકો ગરમીથી તૌબા પોકારશે, ગુજરાતમાં પ્રી મોનસૂનના ભણકાર

દેશના અનેક રાજ્યોમાં હજુ પણ આકરી ગરમીનો માહોલ છે. ત્યારે ઘણા રાજ્યોમાં ચોમાસાની અસર દેખાવા લાગી છે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. બીજી તરફ દક્ષિણ દ્વીપકલ્પ પર ચોમાસું નબળું પડી શકે છે. બીજી તરફ, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં સૌ કોઈ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.
 
જો કે ચોમાસું કેરળમાં 29 મેના રોજ જ પહોંચ્યું હતું, પરંતુ તે હજુ દેશના અન્ય રાજ્યોમાં પહોંચવાનું બાકી છે. આ એપિસોડમાં, IMD એ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે 15 જૂનથી, ચોમાસાના વાદળો દેશના મધ્ય અને ઉત્તરીય મેદાનોમાં વેગ પકડી શકે છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, ગુજરાતના પૂર્વી ભાગો, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના છે.
 
સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર લાંબા સમય બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. આ વરસાદ અરબી સમુદ્રમાં કોંકણ તટ પર નબળા ચક્રવાતી પરિભ્રમણને કારણે થશે. આ સાથે, પવનનો પ્રવાહ દરિયાકાંઠે બદલાશે અને પશ્ચિમી પવનો બનશે, જે સામાન્ય રીતે વરસાદી હોય છે. આ વરસાદ 10 જૂન, 11 જૂન અને 12 જૂને પણ થશે, પરંતુ હળવો રહેશે. તાપમાનમાં થોડો ઘટાડો થશે, પવન દક્ષિણ-પશ્ચિમ તરફ વળશે અને સમગ્ર રાજ્યમાં થોડી રાહત થશે.
 
હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ ત્રણ લોકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં હજી વિધિવત ચોમાસું બેસ્યુ નથી, તે પહેલા જ અષાઢી માહોલ જોવા મળ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અનેક જિલ્લામાં મંગળવારે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ક્યાંક વીજળી પડવાના પણ બનાવો બન્યા હતા. વીજળી પડવાની ત્રણ અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં બે યુવકો અને પાટણમાં એક મહિલાનુ મોત નિપજ્યુ છે. ત્યારે હવામાન વિભાગે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું ગુજરાતમાં ટુક સમયમાં આગમન થવાના એંધાણ આપી દીધા છે. જોકે, જ્યા વરસાદ પડ્યો છે ત્યાં ગરમીથી લોકોએ રાહત અનુભવી છે.
 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 
 
થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી. ગઈકાલે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 
 
IMD એ આગામી બે દિવસ (ગુરુવાર અને શુક્રવાર) માટે મુંબઈમાં વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમજ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અહેવાલ મુજબ, IMD એ મુંબઈમાં ચોમાસાની શરૂઆતની તારીખ 11 જૂન નક્કી કરી છે, જે દેશના અન્ય ભાગો જેવા કે કોંકણ અને ગોવા પ્રદેશોમાં ચોમાસાના આગમનના આધારે વધઘટ થઈ શકે છે. જે બાદ તે મુંબઈ પહોંચશે. IMDના એક અધિકારીએ જણાવ્યું કે ચોમાસું કર્ણાટક પહોંચી ગયું છે અને ઉપર તરફ આગળ વધી રહ્યું છે.