સંબંધિત સમાચાર
- ૧૩૮ મીટર પૂર્ણ ડેમ ભરાઇ જતાં સરદાર સાહેબે સેવેલું સપનું સાકાર થશે : મુખ્યમંત્રી
- નર્મદા ડેમના દરવાજા ખોલાતા મલ્હારરાવ ઘાટ ડૂબ્યો, કરનાળી ગામમાં ઘૂસ્યા પાણી
- લોકસભા-૨૦૧૯ ચૂંટણીમાં મતદાન સ્થળથી અન્ય જગ્યાએ ફરજ નિભાવતા કેન્દ્ર -રાજ્યોના ૬૦ ટકા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન
- રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને લઇને રાજ્યભરનું વહીવટી તંત્ર સતર્ક, NDRFની ૧૮ અને SDRFની ૧૧ ટીમો તહેનાત
- મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીના નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ, ‘સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર’ની ઉજવણી કરાઇ
ખેડાના મહુધામાં ૧૧ ઇંચ અને ગલતેશ્વરમાં ૮ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૧૧ થી ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના મહુધામાં સૌથી વધુ ૧૧ ઇંચ તેમજ ગલતેશ્વરમાં ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડેડિયાપાડા, છોટાઉદેપુર, ધ્રાંગધ્રા અને રાણપુરમાં ૬ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કઠલાલ, હારીજ, નડીયાદ, ધંધુકા, ગોધરા, જેતપુરપાવી, ઠાસરા, ઉમરેઠ, સરસ્વતી, વઢવાણ, આણંદ, ડેસર, જાંબુઘોડા, હાલોલ, ઉમરપાડા, કરજણ, આમોદ, ઘોઘંબા, પેટલાદ, હળવદ, સમી, બોટાદ, ચુડા, માંગરોળ, ધનસુરા, બરવાળા અને પાટણ એમ કુલ-૨૭ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાવલી, બોરસદ, બોડેલી, ડભોઇ, મૂળી, સોજીત્રા, ખંભાત, સુબિર, તારાપુર, મહેમદાવાદ, ગઢડા, તિલકવાડા, માતર, નાંદોદ, રાણપુર, થાનગઢ, કપડવંજ, વડોદરા, ગરૂડેશ્વર, દસાડા, વાગરા, લખતર અને વસો એમ કુલ ૨૩ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે ૩૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ, ૪૮ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ જ્યારે ૪૨ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
