ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (17:08 IST)

રાજકોટમાં 25 વર્ષની યુવતીને PSI બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યાં હોય તેમ એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજકોટમાં 25 વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ યુવતીને પીએસઆઈ બનાવવાની લાલાચ આપીને બે લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યાંની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ચોટીલાનાં એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં 25 વર્ષનીયુવતીને દુષ્કર્મ અને છેતરપિંડીનો શિકાર બનાવી છે. યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ તેને ખોટી ઓળખ આપીને તેની સાથે પહેલા મિત્રતા કેળવી હતી. તે બાદ યુવતીને તે ચોટીલા લઇ ગયો હતો, જ્યાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તેને PSI બનાવવાની લાલચ આપીને તેની પાસેથી બે લાખ રૂપિયા પણ પડાવ્યાં છે. પોલીસ તપાસમાં તે પણ બહાર આવ્યું છે કે, આ શખ્સે યુવતીનાં બિભત્સ ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. હજી વડોદરાની સગી રા દીકરી પર દુષ્કર્મ કરનારા નવ દિવસે પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે રાજકોટને પણ શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. નોંધનીય છે કે વડોદરામાં સગીરા પર ગેંગરેપનાં સમાચારે ચકચાર મચી ગઇ છે. નવલખી કંપાઉન્ડમાં આ સગીરા પોતાનાં મિત્ર સાથે બેઠી હતી. ત્યાં બે યુવાનોએ પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને કિશોરીનાં મંગેતરને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ આ કિશોરીને ખેંચીને થોડે દૂર રહી ગયા હતાં. જ્યાં 45 મિનિટ સુધી સગીરા પર બંન્ને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેઓ પીડિતાને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા હતાં. આ દરમિયાન પોલીસને ફોન લાગ્યો ન હતો જેથી યુવકે પોતાનાં મિત્રને ફોન કર્યો હતો. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 14 વર્ષની સગીરાનાં વર્ણનને પોલીસે સુરતના 3D આર્ટિસ્ટ પાસે નવા સ્કેચ તૈયાર કરાવ્યા હતા. આ સ્કેચ આરોપીઓના ચહેરાથી 95 ટકા મેચ થયા હતા.