ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , બુધવાર, 10 જુલાઈ 2024 (15:41 IST)

રાજકોટ અગ્નિકાંડઃ આરોપી મનસુખ સાગઠિયા જેલ હવાલે, કેદી નંબર 2096થી ઓળખાશે

mansukh sagthiya
શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે RMCના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આરોપી સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાથી તેને કેદી નંબર 2096 તરીકે ઓળખવામાં આવશે.TRP અગ્નિકાંડ બાદ સાગઠિયાથી બદનામ થયેલી ટી.પી. શાખામાં 20 દિવસ પહેલાં બદલી થનાર ડેપ્યુટી ઈજનેરે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આર.જી. પટેલ નામના ડેપ્યુટી ઈજનેરે બદલી માટેના પ્રયાસો કર્યા બાદ અંતે રાજીનામું ધરી દીધાની વિગતો સામે આવી છે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે.
 
મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો
રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી અને કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ACBએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી.રાજકોટના TRP ગેમઝોનનો અગ્નિકાંડમાં 30-30 નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે અને જેલમાં પણ તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે.
 
તેની ઓળખ કેદી નંબર 2096 તરીકે કરવામાં આવશે
રાજકોટ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવતાં 2012થી 2024 દરમિયાન તેની પાસે આવક કરતાં 410% વધુ એટલે કે 13.23 કરોડની સંપત્તિ મળી આવી હતી.એસીબીએ ગત 1 જુલાઈએ સાંજે જેલમાંથી સાગઠિયાનો કબજો લઇ તેના ભાઈની ઓફિસનું સીલ ખોલી તપાસ કરતાં એમાંથી સોના-ચાંદી, ડાયમંડ જ્વેલરી, વિદેશી ચલણી નોટ, સોનાના બેલ્ટવાળી ઘડિયાળ અને રોકડ સહિતની મતા મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી. એને કબજે લઈ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી અને સાગઠિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જ્યાં તેની ઓળખ કેદી નંબર 2096 તરીકે કરવામાં આવશે.