ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (12:06 IST)

વાહન ચલાવીને જતી યુવતીની રાજકોટમાં સરેઆમ છેડતીઃ બેની ધરપકડ

24 કલાક લોકોની અવરજવરવાળા કાલાવડ રોડ પર ગત મોડી રાત્રે એક્ટિવા પર જતી યુવતીની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જીજે03કેએચ 2978 નંબરની કારમાં ત્રણ શખ્સોએ વંથલીથી માર્કશીટ લેવા આવેલી યુવતીની છેડતી કરતા જાગૃત નાગરીકે પોલીસને ફોન કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય શખ્સોએ યુવતીની કોટેચા ચોકથી કેકેવી હોલ ચોક સુધી પીછો કરી છેડતી કરી હતી. તેમજ યુવતીને બીભત્સ ગાળો પણ આપી હતી. ભોગ બનનાર યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. માલવીયાનગર પોલીસે આઇવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવીના આધારે મોડી રાત્રે જ બે શખ્સોની ધરપકડ કરી છે. એક શખ્સ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સૈયદ અને અનવર નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ આ બંને આરોપીનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઇ જઇ કાયદાનું ભાન કરવાશે.