બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:45 IST)

માતા પોતે દિકરીઓનો કરાવતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં એકપછી એક બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા પર પાશવી બળાત્કાર ગુજારી પોતાની હવસને સંતોષી છે. આશ્વર્યની વાત તો એ છે કે આ બળાત્કારમાં પીડિતાની માતાએ પણ મદદ કરી હતી.
 
ગુજરાતના ભાવનગરમાં એક 12 વર્ષની કિશોરી સાથે બળાત્કારના કેસમાં 3 નરાધમોની ધરપકડ બાદ મોટો ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરીની માતા પણ આ બળાત્કારના કેસમાં સામેલ છે. આ ઘટના પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામની છે. શનિવારે આ કેસ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.
 
પીડિતાના પિતાએ આરોપ મૂક્યો છે કે, 3 નરાધમો છેલ્લા એક વર્ષથી તેની દીકરીનું શોષણ કરતા હતા. જેમાં તેની પત્ની પણ મદદ કરતી હતી. પીડિતાએ આરોપ મૂક્યો છે કે પિતાના ભોજનમાં કંઇક ભેળસેળ કરતી હતી. જેથી પિતા જમ્યા બાદ તુરંત જ ઊંઘી જતા હતા. બાદમાં તેની સાથે બળાત્કાર કરાતો હતો. પીડિત યુવતીના પિતાએ શાંતિ ધંધૂકિયા, બાબુભાઈ સરતનપરા અને ચંદ્રેશ સરતનપરા સામે ફરિયાદ નોંધાવી છે.