મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:41 IST)

વડોદરા સામૂહિક દુષ્કર્મ: નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે. તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે. ગત તા. ૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠી હતી. આ સમયે બન્ને આરોપી દંડા લઈને ગયા હતા અને પ્રેમીને ભગાડી દીધા પછી તરુણી ઉપર બે-બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. 
 
વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યા બંને આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તબીબોને પરિક્ષણનાં જે સેમ્પલ લેવાના હતા તે પૈકી એક આરોપીના સેમ્પલ લેવાની પ્રક્રિયામાં તીબબોને નિષ્ફળતા મળી હતી. તીબબો દ્વારા આરોપીઓની તપાસ 6 કલાક ચાલી હતી. અને રાત્રીના 2.30 કલાકે પૂર્ણ થઈ હતી.
 
બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બંન્ને આરોપીઓ પૈકી સૌ પ્રથમ કિશન માથા સુરિયાને પોલીસે ઝડપી પાડયો હતો જે વડોદરાની ફુટપાથ પર ખુરશીના ડટ્ટા વેચવાનો ધંધો કરે છે. કિશનની પૂછપરછ દરમિયાન આરોપી જશા સોલંકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસની ટીમ ઢળતી સાંજે કિશનને લઇને જશા સોલંકીના ઘરે ગઇ હતી. અને જસાને ઘરમાંથી જ પકડી લીધો હતો. ચૂપચાપ બંન્ને આરોપીઓને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તરત જ અમદાવાદ જવા રવાના થઇ ગઇ હતી.