શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (12:56 IST)

માતા ફોન પર વાત કરી રહી હતી 4 વર્ષીય બાળકી ચોથા માળે થી પટકાઈ, મોત

માતા-પિતા આજકાલ મોબાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે બાળકોની ભાન પણ ભૂલી ગયા છે. આવુ જ એમ બનાવ રાજકોટના ગોડલ રોડથી સામે આવ્યુ છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એક હોટલના ચોથા માળેથી નીચે પડતા એક બાળકીનું મોત નિપજ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બાળકીની માતા મોબાઈલ પર વાત કરી રહી હતી. એ જ સમયે બાળકી ચોથા માળેથી ધડામ નીચે પટકાઈ હતી. જેમાં બાળકીનું મોત નિપજ્યું છે.
 
બાળકીની માતા મોબાઈલ પર વાત કરી રહી રહી તે સમયે આ બાળકી ચોથા માળાથી નીચે પડી ગઈ. બાળકીનુ મોત થયુ છે. મૃતક બાળકીની માતાનું નામ માનસી કડીયા છે અને આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટ ગયો હતો. મૃતક બાળકીનો પરિવાર ઊનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.