શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 19 જૂન 2020 (12:02 IST)

રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાં હોસ્પિટલથી એમ્બુલન્સમાં મતદાન માટે પહોંચ્યા ભાજપના ધારાસભ્ય

દેશનાં આઠ રાજ્યો માં ૧૯ રાજ્યસભા બેઠકો પર આજે મતદાન થવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો સામસામે છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકી તો કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ફુલસિંહ બારૈયાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ઝારખંડમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. સભ્યસંખ્યા જોતાં જેએમએમના શિબુ સોરનનો વિજય નક્કી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. 
 
અહીં વાયએસઆર કોંગ્રેસ તરફથી ચાર તો ટીડીપી તરફથી એક ઉમેદવાર મેદાનમાં છે. આમ દેશ માં આજે રાજકીય માહોલ ગરમાયો છે અને દિગગજ નેતાઓ ની ખરાખરી ની કસોટી થશે. સૌથી વધુ રસપ્રદ મુકાબલો ગુજરાતમાં છે. અહીંયા ભાજપ અને કોંગ્રેસના એક-એક ધારાસભ્યને લઇને સતર્ક છે. કોઇપણ પોતાનો વોટ બેકાર જાય એમ ઇચ્છતું નથી. આ દરમિયાન ગુજરાતના માતર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય કેસરસિંહ જેસંગભાઇ સોલંકી એક એમ્બુલન્સ દ્વારા મતદાન માટે પહોંચ્યા. 
 
ગુજરાતમાં ચાર રાજ્યસભાની સીટો માટે મતદાન યોજાઇ રહ્યું છે. ભાજપના કેસર સિંહ બિમાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હોસ્પિટલમાં ભરતી છે. ત્યાં તે એમ્બુલન્સમાં બેસીની મતદાન કરવા માટે આવ્યા મતદાન કરીને પરત તે એમ્બુલન્સમાં સીધા હોસ્પિટલ પહોંચી ગયા. ભાજપના 2 ધારાસભ્યો માટે પ્રોક્સી મતદારો મતદાન કરશે. મંત્રી પરસોત્તમ સોલંકી અને શંભુજી ઠાકોર માટે પ્રોક્સી મતદાન બંને ધારાસભ્યોના પ્રોક્સી મતદાન માટે મંજૂરી લેવાઈ ચૂકી છે. 
 
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણી પહેલા જણાવ્યું હતું કે અમારા ત્રણેય ઉમેદવારો જીતશે. એક અને બે નંબરને લઈ હજુ કોંગ્રેસમાં જવાબ મળ્યો નથી. ધારાસભ્ય કેસરીસિંહનું ઓપરેશન કરવાનું હતું, મત આપવાની વ્યવસ્થા કરવાની હતી તે કરી છે. BTP અંગે અમને વિશ્વાસ છે, પેટી ખુલશે, અમારા ત્રણેય જીતશે.
 
તો બીજી તરફ કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડીયાને ચૂંટણી એજન્ટની જવાબદારી સોંપાઈ છે. મત આપ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્યોએ તેઓને બેલેટ બતાવવાના રહેશે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમારી પાસે કોંગ્રેસના બંન્ને ઉમેદવારોની જીત માટેની ફોર્મ્યુલા છે. ભાજપના ધારાસભ્યો સંપર્કમાં હોવા મામલે હાલ કશું નહીં શકું.