બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જૂન 2020 (13:37 IST)

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને આંચકો, કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાં

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની 4 સીટો માટે મતદાન પહેલાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પાર્ટીના આટલા જ ધારાસભ્યો ગુમ છે. કોંગ્રેસે આ સેંધમારીને રોકવા માટે અત્યાર સુધી 37 ધારાસભ્યોને રાજસ્થાન મોકલી દીધા છે. તેમના ફોન પણ બંધ છે. બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાની શરતો સાથે ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. આ અંગે વિધાનસભા અધ્યક્ષએ સત્તાવાર જાહેરાત કરી છે. 
 
ચર્ચા છે કે ગાયબ થનાર પાંચ ધારાસભ્ય ભાજપના કેમ્પમાં જતા રહ્યા છે. આ અંગે ભાજપનું કહેવું છે કે તેમને આ અંગે જાણકારી નથી. ધારાસભ્યોએ પોતાના રાજીનામા અધ્યક્ષ સુધી પહોંચાડી દીધા છે. સવારે 5 વાગે તમામ ધારાસભ્યોનો સંપર્ક તૂટી ગયો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. 
 
કોંગ્રેસના ગુમ ધારાસભ્યોમાં અક્ષય પટેલ પણ છે. અક્ષય પટેલ તરફથી નિવેદન આવ્યું છે કે ભાજપે 2 દિવસ પહેલાં મારો સંપર્ક કર્યો હતો. જો મારી શરતો માની લે છે તો હું કોંગ્રેસ છોડી શકું છું. અક્ષય પટેલની શરત છે કે કરજણના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીન નિશાડિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ પહેલાં રવિવારે સવારે ચર્ચા હતી કે ધારાસભ્ય અક્ષય પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજય સિંહ સોલંકી સાથે અંગત કામથી વડોદરાથી દિલ્હી જઇ રહ્યા છે. 
 
ભાજપમાં સામેલ થવાની અટકળો પર અક્ષય પટેલે કહ્યું કે એવું કંઇ નથી. હું જયપુર જવાનો નથી. જોકે હું વડોદરામાં છું, દિલ્હીમાં થોડું કામ છે. આ દરમિયાન બપોર બાદ તેમનું નિવેદન આવ્યું કે તેમની શરતો સાથે તે ભાજપમાં જવા માટે તૈયાર છે. તો બીજી તરફ જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી દિલ્હીમાં અહેમદ પટેલ સાથે મુલાકાત કરશે