ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 જૂન 2020 (14:24 IST)

કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, વધુ ધારાસભ્યો પાર્ટી છોડે તેવી અફવાઓ

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિના બનાવ બન્યા છે. ત્યારે આગામી  19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે  ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ તૂટતી હોય તેવા ઘાટ સર્જાયા છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ રાજીનામું આપ્યું છે.  સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની અફવાઓ ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપીને જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આપ્યું રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ કરાવી અને સહીઓ પણ ઓળખી લીધી હતી. ખરાઈ કર્યા બાદ બંનેના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડાની પ્રતિક્રિયા આપી હતી કે, તમામ MLA આજે કોંગ્રેસની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે, આ બેઠકમાં 5 ધારાસભ્યોએ અગાઉથી રજા લીધી છે, જે હાજર નહીં રહે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંની વાત પાયાવિહોણી છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાનો જૂનો રાગ અલાપ્યો છે. ઉપરાંત તેમણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે અને ઘરે પણ નથી. તેવામાં રાજ્યસભાના ગણિતને પાર પાડવા માટે ભાજપ અક્ષય પટેલની કોંગ્રેસ રાજ્યની નેતાગીરી સામેની નારાજગીનો ફાયદો ઉઠાવી લીધો છે. દરમિયાન ઠાસરાના કાંતિ સોઢા પરમાર અને કપરાડાના જીતુ ચૌધરી પણ આ કોંગ્રેસ છોડે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. રાજયસભાની ચૂંટણીમાં જીતવા માટે શરૂ થયેલી રાજનીતિના ભાગરૂપે કૉંગ્રેસના વધુ એક ધારાસભ્ય અક્ષય પટેલ ગઈકાલ રાતથી ગુમ થઈ જતા આખી કૉંગ્રેસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ફક્ત એક જ અક્ષય પટેલ સંપર્કમાં નથી બાકી બંને ધારાસભ્યો પક્ષ સાથે સંપર્કમાં હોવાનું કોંગ્રેસના સૂત્રો કહે છે.