ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:43 IST)

નરાધમ પિતા-દાદાએ અઢી વર્ષની બાળકી પર 6 મહિના સુધી આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં જાણે માસૂમ બાળકીઓ પર કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ દિવસેને દિવસે માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, થોડાક જ દિવસો પહેલા સુરત, ઢુંઢર અને હવે નડિયાદમાં અઢી વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી ગુજરાત પર કલંક લગાવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પતિ અને સાસુ-સસરાની છત્રછાયામાં પુત્રીને મૂકીને પરિવારનું ગુજરાન ચલાવવા માતા નોકરીએ જતી, પરંતુ તેની ગેરહાજરીમાં જ આ ત્રણેય પાપલીલા આચરતા હતા. દાદીની હાજરીમાં જ દાદા પૌત્રીનો બળાત્કાર કરતા તો પિતાની માસી પણ આ કુકર્મ કરાવવા તેના પરિચિત આધેડને વડોદરાથી લઈને આવતી હતી.
મળતી માહિતી પ્રમાણે નડીયાદ – કપડવંજ રોડ પરના એક વિસ્તારમાં રહેતા 38 વર્ષના છેલ્લા કેટલાક સમયથી બેકાર એવા પિતા પોતાની અઢી વર્ષની માસુમ બાળકી સાથે છેલ્લા 6 માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું.તેના આ દુષ્કૃત્યને જાણવા છતાં પરિવારજનો ને જાણ હોવા છતાં આ આખાય પ્રકરણને દબાવી રાખવામાં આવ્યું હતું. દરમિયાન બાળકીને દુઃખાવો થતો હોવાનું તેની માતાને જાણ થતાં માતા તેને સરકારી હોસ્પિટલ ખાતે તપાસ માટે લઇ ગઇ હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું.
આખરે પતિની કબૂલાત બાદ માતાએ તમામ સામે ફરિયાદ નોંધાવતાં આ ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો હતો.નરાધમ પિતા અઢી વર્ષની પુત્રી ઉપર સતત 6 મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. પત્નીના નોકરીએ ગયા પછી પતિ આ દુષ્કર્મ આચરતો હતો. જોકે, 6 મહિના પછી પિતાને પોતાનું કૃત્ય ડંખતાં તેણે પત્ની સામે કબૂલાત કરી હતી. ઉપરાંત, દાદાએ પણ બળાત્કાર કર્યો હોવાનું કહેતાં બાળકીની માતાએ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બાળકીની ઉંમર અને કેસની ગંભીરતાને લઇને ખુબ જ ગુપ્ત રીતે અઢી વર્ષની બાળકી પરના દૂષ્કર્મ પ્રકરણને લઇ પોલીસ દ્વારા તેનું તબીબી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.