સોમવાર, 5 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:52 IST)

સુરતમાં સાવકા મામાએ 18 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું

Surat rape news
સુરતમાં દુષ્કર્મની ઘટનાઓએ જાણે માઝા મૂકી હોય તેમ એક પછી એક બાળકી કે યુવતી પીંખાયાની ઘટનાઓ સામે આવે છે. હજુ તો સ્વામિનારાયણના સાધુ દ્વારા યુવતી પર દુષ્કર્મ આચાર્યની ઘટના સામે આવ્યાને ચોવીસ કલાકે પૂરા થયા નથી. ત્યાં આજે સુરતના લિંબાયત વિસ્તારમાં સાવકા મામાએ 18 વર્ષની ભાણી સાથે દુષ્કર્મ આચાર્યની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મળતી માહિતી પ્રમાણે હૈદ્રાબાદ ખાતે આર્મીમાં નોકરી કરતાં સાવકા મામાએ 18 વર્ષની ભાણેજને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે આ વાતની જાણ પરિવારને થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
તો બીજી એક દુષ્કર્મની ઘટના પણ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પાંચ દિવસ પહેલા સુરતના ઓલપાડમાં બેભાન અવસ્થામાં બાળકી મળી આવી હતી. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે બાળકીનો મેડકલ એકઅપ પણ કરવામાં આવ્યું હતું. મેડીકલ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે. અત્યારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. પીડિત બાળકી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.