મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:44 IST)

પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું વેચાતું હોય એવું ગુજરાત બીજુ રાજ્ય બન્યું

પેટ્રોલ ડિઝલના ભાવમાં પાંચ રૂપિયાનો કથીત ધરખમ વધારો કર્યા બાદ ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે છેલ્લા અઠવાડિયામાં જે ભાવ ઘટાડો થયો તેનો જોતાં હવે પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થઈ રહ્યું છે. પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક લિટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવને આંબી ગયો છે. ગયા સપ્તાહમાં ઓરિસ્સામાં આવો બનાવ બન્યો હતો. જેને પગલે પેટ્રોલના ભાવ કરતાં ડીઝલનો ભાવ વધી ગયો હોય તેવું દેશનું ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. પેટ્રોલના ભાવ એક લિટરના 78.15 છે તેની સામે ડીઝલ 7 પૈસા વધી રૂ.78.22 થયું છે.