ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 18 એપ્રિલ 2025 (11:38 IST)

રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે

crime
રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે. રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં દુષ્કર્મની ઘટના બની છે 
રાજકોટની તરુણી પર ચાલુ બસના સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. આ ચકચારી ઘટનામાં ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાના આરોપી વિજય સામે  સુરતમાં ફરિયાદ નોંધાઈ છે. 
શું છે સમગ્ર મામલો 
તરૂણી રાજકોટની હોસ્ટલમાં ભણતી હતી તે રાજકોટથી સુરત તેના ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. સુરતમાં ફરિયાદે સામે ફરિયાદ નોંધાઈ છે. પણ હજી સુધી આરોપી ઝડપાયો નથી. આરોપી વિજય રાજકોટ હોસ્ટેલમાં કામ કરતો હતો . આરોપી તરૂણીના પીછો કરતો બસમાં પહોચ્યો હતો અને તેને બ્લેકમેલ કરી બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે.