બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 6 એપ્રિલ 2022 (18:35 IST)

ઉંદરે ઘરમાં લગાવી આગ, 2 લાખ રોકડ ખાખ

અમદાવાદમાં ઉંદર ચાલુ દીવાની વાટ ખેંચી જતા ઘરમાં આગ લાગી

fire due to rate
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આજે સવારે ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં ભગવાનના મંદિરમાં દીવાબત્તી કરવા સમયે ઘી વાળી વાટ ચાલુ હતી. ચાલુ દીવાની વાટને ઉંદર ખેંચીને લઇ ગયો હતો અને કપડાંને અડી જતાં આગ લાગી હતી. આગના પગલે સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.


ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.સ્થાનિક લોકો દ્વારા પણ પાઇપ વડે પાણીની મોટર ચાલુ કરી અને આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. જોકે આગ લાગી જતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં AMTS બસ ડેપોની પાછળ આવેલી કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને જૂના વસ્ત્રોના લે-વેચ કરતા વેપારી વિનોદભાઈના મકાનમાં આજે સવારે 10 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી.​વેપારી વિનોદભાઈના જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રિ હોવાથી તેઓ ઘરમાં દીવાબત્તી કરી હતી અને દીવાની વાટને ઉંદર ખેંચીને લઈ ગયું હતું અને આ વાટમાં આગ ચાલુ હોવાથી કપડાને પડી જતા ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ ઘરમાં રહેલા 2 લાખ રોકડા રૂપિયા પણ સળગી ગયા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા પણ આગને બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.