બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (14:18 IST)

ગઢડા ગામમાં માછીમાર યુવકનો સિંહે શિકાર કર્યો

ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો. આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહને શોધવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર આ માછીમારને ગત રાત્રે ટ્રેકરે આ વિસ્તારમાં ફરવાની ના પાડી હતી. વન વિભાગ તરફથી હવે આ સિંહને પકડી લેવામાં આવશે. બાદમાં તેમને જૂનાગઢના સક્કરબાગ કે અન્ય જગ્યાએ રાખવામાં આવશે. નિયમ પ્રમાણે હવે આ સિંહને ક્યારેક મુક્ત કરવામાં નહીં આવે. જો કોઈ સિંહ માણસ પર હુમલો કરે અને તેનું મોત થાય તો તેને પકડીને આજીવન કેદની સજા આપવામાં આવે છે.