શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (14:20 IST)

પાંચ રાજ્યોની પછડાટ છતાંય ગુજરાત સરકાર એક વર્ષના શાસનની ઉજવણી કરશે

ગુજરાતમાં 2017ની ધારાસભાની ચૂંટણીમાં વિજય બાદ રાજયમાં રૂપાણી સરકાર 26 ડીસેમ્બર 2018ના રોજ શાસનનું એક વર્ષ પુરુ કરી રહી છે તેની એક સપ્તાહ લાંબી ઉજવણી કરવામાં આવશે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉજવણી નાતાલ તા.25 ડીસેમ્બરથી શરૂ થશે અને તા.31 ડીસેમ્બર સુધી ચાલશે. આ માટેના કાર્યક્રમો નિશ્ર્ચિત કરવા અને આયોજન ગોઠવવા રાજયના સીનીયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદ હેઠળ કમીટીની રચના કરવામાં આવી છે.જેમાં મહેસુલ મંત્રી  કૌશીક પટેલ વન પર્યાવરણ મંત્રી  ગણપત વસાવા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સભ્ય તરીકે રહેશે. આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘ, અશ્ર્વિનીકુમાર (મુખ્યમંત્રીના સચિવ) અને માહિતી પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે છે. તેઓને રાજય સરકારની સિદ્ધિઓની એક યાદી તૈયાર કરવા જણાવાયુ છે અને તા.26ના એક મુખ્ય આયોજન થશે. આ ઉપરાંત તમામ જીલ્લા મહાનગર સ્તરે પણ આ આયોજન કરવામાં આવશે.