શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:08 IST)

રેશ્મા પટેલ- સચિવ અનિલ પટેલ વચ્ચેની વાતચીત વાયરલ, બદલી કરી પણ મકાન જ ફાળવાયુ નથી

ગુજરાત યાત્રાધામ બોર્ડના પૂર્વ સચિવ અનિલ પટેલે ઓડિયો ક્લિપમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતાં જેના પગલે સરકારે ગેરશિસ્ત આધારે તેમને સસ્પેન્ડ કરી દીધા છ.હવે ભાજપના નેતા રેશ્મા પટેલ અને પૂર્વ સચિવ અનિલ પટેલ વચ્ચેની વાતચીત સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે જેમાં અનિલ પટેલે એવો બળાપો કાઢ્યો છેકે,મારી સાથે જાણે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ બદલી તો કરી દેવાઇ છે પણ મકાન ફાળવાયુ નથી.એટલુ જ નહીં,સરકીટ હાઉસમાં જ રુમ અપાતો નથી પરિણામે મેં પત્નિ સાથે રોડ પર રહેવાનુ નક્કી કર્યુ છે
છેલ્લા કેટલાંય વખતથી રેશ્મા પટેલના બગાગતના સૂર ઉઠયાં છે. ભાજપ સરકાર વિરુધ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂકાનારાં પૂર્વ સચિવ અનિલ પટેલ પ્રત્યે રેશ્મા પટેલે હમદર્દી દાખવી છે.તેમનુ કહેવુ છેકે, સરકારી કર્મચારીની વેદના લોકો સુધી પહોંચે તે માટે આ ઓડિયો ક્લિપ મિડીયા સુધી પહોંચાડાઇ છે.એટલું જ નહી,આ ઓડિયો ક્લિપમાં રેશ્મા પટેલ એવુ કહેછેકે, અમે ખુદ સરકારની નીતીથી નારાજ છીએ.તમે પણ ખુલીને બોલો.
આ બાજુ,અનિલ પટેલ રેશ્મા પટેલને કહ્યુંકે,મારો સરકારને બદનામ કરવાનો ઇરાદો નથી.એટલું જ નહી. રેકર્ડ સાથે ચેડાં કર્યા હોય,દસ્તાવેજનો નાશ કર્યો હોય તો કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે.મે એવુ કર્યુ નથી.મને મોદી ય સારી રીતે જાણે છે. તમે મારો અવાજ વડાપ્રધાન સુધી પહોંચાડો તો સારુ. આ ઓડિયો ક્લિપના માધ્યમથી રેશ્મા પટેલે જ ભાજપના ભ્રષ્ટાચારના મુદ્દાને વધુ વેગવાન બનાવ્યો છે.