રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 25 જાન્યુઆરી 2020 (12:27 IST)

આણંદમાં બે સમુદાયો વચ્ચે હિંસા, આગચંપીમાં 1નું મોત

ગુજરાતના આણંદ જિલ્લામાં બે સમુદાયો વચ્ચે જુથ અથડામણ અને આગચંપીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકબરપુર ગામમાં થયેલી હિંસામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારઝૂડ થઇ. આ ગામ ખંભાત પોલીસ સ્ટેશન અંતગર્ત આવે છે. 
 
પોલીસના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને ગોળી વાગી, તેની ઓળખ થઇ ગઇ છે. મૃત વ્યક્તિનું નામ વિનોદ એફ ચાવડા છે. બંને પક્ષ ત્યારે સામસામે આવી ગયા જ્યારે જુમ્માની નમાજ દરમિયાન બે જુથ એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા. નજીકની એક સ્થાનિક મસ્જિદમાં લોકો નમાજ પઢી રહ્યા હતા. 
 
પોલીસે આ ઘટનાની સૂચના મળી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બંને સમુદાય એકબીજા વિરૂદ્ધ હિંસા પર ઉતરી ગયા, ત્યારબાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસે ભીડ પર ટીયર ગેસ પણ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. 
 
પોલીસની કાર્યવાહી બાદ ભીડ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. મામલો વધતાં વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. વ્યક્તિનું મોત કેવી રીતે તે અંગે હજુ સુધી સ્પષ્ટ થઇ ગયું નથી. વ્યક્તિને ભીડમાં કોઇએ ટાર્ગેટ બનાવ્યો છે, અથવા પોલીસ ફાયરિંગમાં ભૂલથી ગોળી વાગતાં મોત નિપજ્યું છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 
 
સ્થાનિક લોકોનું  કહેવું છે કે હિંસામાં મૃત વ્યક્તિ સામેલ ન હતો. તે કોઇપણ પક્ષ તરફથી લડાઇ કરી રહ્યો ન હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. લાશને કબજે લઇ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.