મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જાન્યુઆરી 2020 (11:58 IST)

કાશ્મીરી વ્યંજનોનો રસથાળ: ‘વાઝવાન કી દાસ્તાન - એ સ્પાઇસી ટૅલ ઑફ કાશ્મીરી ફૂડ’

કાશમીરનું સૌંદર્ય સાચા અર્થમાં પૃથ્વી પર સ્વર્ગ છે પરંતુ ધીમી આંચે સંપૂર્ણપણે રંધાયેલી કાશ્મીરી વાનગીઓમાં રહેલી સ્વાદિષ્ટ સામગ્રીઓનું સમૃદ્ધ મિશ્રણ પણ સ્વર્ગના અનુભવથી જરાય ઉતરતું નથી. કાશ્મીરી વાનગીઓનો અસલ સ્વાદ આપના સુધી લઈ આવવા માટે રેનસૉન્સ અમદાવાદ હોટલ ‘વાઝવાન કી દાસ્તાન - એ સ્પાઇસી ટૅલ ઑફ કાશ્મીરી ફૂડ’નામનો વ્યંજનોનો મેળાવડો યોજવા જઈ રહી છે, જેમાં 24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન તેની ઇન-હાઉસ મલ્ટી-કૂઝિન રેસ્ટોરેન્ટ આર. કીચન ખાતે પેઢી દર પેઢી સિદ્ધ થયેલી પ્રમાણભૂત રીતે તૈયાર કરવામાં આવેલી અદભૂત કાશ્મીરી વાનગીઓનો રસથાળ પીરસવામાં આવશે.

શાકાહારી ભોજનના શાનદાર શણગારની સાથે મુખ્યત્વે માંસાહારી વાનગીઓ ગણાતું ‘વાઝવાન’એ કાશ્મીરમાં પ્રસંગોમાં પીરસાતું મલ્ટીકૉર્સ ભોજન છે અને પરંપરાગત રીતે વાઝવાનના મુખ્ય રસોઇયા વાસ્તા વાઝા દ્વારા તેને તૈયાર કરવામાં આવે છે. આ 10 દિવસ ચાલનારા ફૂડ ફેસ્ટિવલ માટે દાયકાઓનો અનુભવ ધરાવતા અને ભારતીય રસોઈ અને રસોઈની શૈલીઓની પ્રાદેશિક વૈવિધ્યતાથી સારી રીતે વાકેફ શૅફ મુજીબ ઉર રહેમાન દ્વારા એક વિશેષ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે.

કાશ્મીરી, અવધી અને મુઘલાઈ વ્યંજનોના નિષ્ણાત શેફ રહેમાને જણાવ્યું હતું કે,‘કાશ્મીરની વાનગીઓની તૈયારીઓ અને રાંધવાની શૈલીઓ પર કાશ્મીરી પંડિત, મુસ્લિમો અને મુઘલો સહિત વિવિધ ઐતિહાસિક પ્રભાવોના સ્વાદનો વિશિષ્ટ વ્યાપ ધરાવતો ‘વાઝવાન કી દાસ્તાન’આપને પાકકળાની એક લાંબી યાત્રાનો અનુભવ પૂરો પાડશે. કાશ્મીરી ભોજન ઇલાયચી, તજ, લવિંગ અને કેસર સહિતના ગરમ મસાલાઓના વ્યાપક ઉપયોગની સાથે સૌમ્ય સ્વાદ અને સમૃદ્ધ ફ્લેવર ધરાવે છે. રેનસૉન્સ અમદાવાદ હોટલ ખાતે આયોજિત વ્યંજનોના આ મેળાવડામાં પીરસવામાં આવનારી પ્રત્યેક વાનગીને રસોઈની વિશિષ્ટ કાશ્મીરી શૈલી દ્વારા તૈયાર કરવામાં આવશે.’

કુબાની કબાબ, તસામન વાડી મસાલા, માઝ દાલચીની શોરબા, કાશ્મીરી બદામ શોરબા, તબા માઝ, ગુશ્તાબા, રિશ્તા, રોગવાનજોશ, માઝ દમ પુલાવ, કાશ્મીરી હાખ, દમ આલૂ કાશ્મીરી, નાદરુ યખની, કોંગ ફિરની, શીર કુરમા સહિતની અસાધારણ રીતે સ્વાદિષ્ટ શાકાહારી અને માંસાહારી વાનગીઓ આર. કીચન ખાતે પીરસવામાં આવનારી અનેકવિધ વાનગીઓનો હિસ્સો હશે.

રેનસૉન્સ અમદાવાદ હોટલના જનરલ મેનેજર પલ્લવ સિંઘલએ જણાવ્યું હતું કે, ‘રેનસૉન્સ એ વિવિધ સંસ્કૃતિઓ, વાનગીઓ અને સંગીતના કાવ્યાત્મક અન્વેષણ માટે વિશ્વપ્રસિદ્ધ એવી હોસ્પિટાલિટી બ્રાન્ડ છે, જે સમગ્ર ભારતમાંથી વાનગીઓના રસથાળને પોતાને ત્યાં આશ્રય આપવા માટે હંમેશા તત્પર રહે છે. વાઝવાન કી દાસ્તાન એ આ જ પ્રકારની એક પહેલ છે, જે અમદાવાદના લોકોને કાશ્મીરની પ્રમાણભૂત સામગ્રી અને રસોઈની શૈલીઓ વડે બનાવવામાં આવેલી વાનગીઓ પૂરો પાડવાનો એક ઉમદા પ્રયાસ છે.’

‘આ ફૂડ ફેસ્ટિવલ માટેનું એક વિશિષ્ટ મેનૂ તૈયાર કરવા માટે અને કાશ્મીરના પરંપરાગત શૅફ વાસ્તા વાઝાની પેઢી દર પેઢી ચાલી આવતી વાનગીઓને લઈ આવવા માટે અમે અત્યંત ખ્યાતનામ શૅફ મુજીબ ઉર રહેમાનને વિશેષ આમંત્રણ આપીને બોલાવ્યાં છે. પોતાની પાકશાસ્ત્રમાં નિષ્ણાત ફોજની સાથે શૅફ રહેમાનને દેશ-વિદેશના ફૂડ ફેસ્ટિવલોમાં વિવિધ સ્વાદ અને સુગંધને ફેલાવવામાં મહારત હાંસલ છે.’