શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (14:57 IST)

અમદાવાદની જેમ હવે સુરતમાં પણ રિવરફ્રન્ટ

sabarmati riverfront
સી.આર પાટીલે જણાવ્યું કે, 'પૂર આવે છે તો પાણી ઉભરાઇ જાય છે એટલી ડેપ્થ તો ઓછી થઇ ગઇ છે, એનું પણ હમણાં રાજ્ય સરકાર દ્વારા એક ટેન્ડર કરવામાં આવ્યું. અને ટેન્ડરમાં છૂટછાટ આપી. જે મોટા-મોટા ટેન્ડરો આવતા હતાં એમને કહ્યું રેતી અમારો બિઝનેસ નથી, 
 
પરંતુ તેમની પાસે ખૂબ મોટી-મોટી મશીનરી છે, એમને કહ્યું કે આ રોયલ્ટી અમે ફાળવવા જઇએ, રોજ અમારે માથાકૂટ કરવી, અમે કામ કરીએ પરંતુ અમને તમે પૈસા નથી ચૂકવતા, પરંતુ અમે રોયલ્ટીના પણ પૈસા નહીં આપીએ અને સરકારે નિર્ણય કર્યો કે રોયલ્ટીના પૈસા નહીં માંગીએ. સાથે-સાથે ટેન્ડરરને એક પણ રૂપિયો સરકાર કે કોર્પોરેશન ચૂકવશે નહીં. એ રેતી કાઢશે. સાથે-સાથે 23 કિમીની લંબાઇમાં, લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે અને 10 વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ કરશે.