શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (16:03 IST)

AMCની રિવરફ્રન્ટને નવી ભેટ

અમદાવાદમાં ટૂંકા સમયમાં ફરવા માટે કોઈ જગ્યા છે તો એ છે રિવરફ્રન્ટ. અમદાવાદીઓ રિવરફ્રન્ટને  ફરવા માટે ખૂબજ પસંદ કરે છે તેથી રિવરફ્રન્ટનું આકર્ષણ વધારવા અહીં સમયાંતરે નવી નવી સુવિધાઓનો ઉમેરો થઇ રહ્યો છે. ત્યારે હવે AMC દિવાળીમાં અમદાવાદીઓને નવી ભેટ આપી રહ્યું છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોટ રેસ્ટોરન્ટ શરૂ થશે. 
 
અમદાવાદીઓ બોટિંગ સાથે ખાણીપીણીની મજા પણ માણી શકશે. યોટમાં એકસાથે 13 લોકો મુસાફરીનો આનંદ લઈ શકશે. યોટમાં ગેસ, ફ્રિઝ અને બેડની પણ સુવિધા મળશે. યોટમાં મુસાફરી માટે જુદા જુદા પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.