શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (09:49 IST)

રાજ્યમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી સાથે અમદાવાદીઓને મળી આ ભેટ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે ત્યારે તેઓ આજે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવ્યા હતા. જ્યાં તેમણે પહેલા નર્મદા ડેમ ખાતે નીરના વધામણા કર્યા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે માતા હીરાબા સાથે ભોજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, આ બધા વચ્ચે પીએમ મોદીના જન્મદિવસ પર અમદાવાદીઓને મોટી ભેટ મળી છે. પીએમ મોદીના જન્મદિવસે રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં વોટર સાઇડ શરૂ કરવામાં આવી છે.
 
ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકના કારણે નર્મદા ડેમ સહીત રાજ્યના તમામ ડેમ તથા જળાશયોમાં પાણીની આવક થઇ છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલી સાબરમતી નદીમાં નર્મદાના નીર આવતા નદી પાણીથી છલોછલ ભરાઇ ગઇ છે. ત્યારે રાજ્યકક્ષાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
 
જે અંતર્ગત વિવિધ શહેરોમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં રિવરફ્રન્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવી હતી.
 
તો બીજી તરફી AMCના નર્મદે સર્વદે કાર્યક્રમ અંતર્ગત નર્મદા નીરના વધામણા કરાયા હતા. જો કે, આ સાથે જ પ્લાસ્ટિકના ઉત્પાદન સામે લાંલ આખ કરનાર AMC શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના મિશનની શરૂઆત કરી હતી. ત્યારે શહેરમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અને મિશન મિલિયન ટ્રી અંતર્ગત અટલઘાટ પાસે 70 જેટલા વૃક્ષો રોપવામાં આવશે અને તે દરમિયાન સ્કૂબા ડાઇવિંગ, જેટ્સ કી, એરબોટ એક્ટિવિટી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.