ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જુલાઈ 2017 (14:12 IST)

જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭ સુધીમાં અકસ્‍માતોમાં ૧૪રરનો ઘટાડો

માર્ગ સલામતી માનવીના જીવનને સીધી રીતે સ્પર્શતી બાબત છે. રાજ્ય સરકાર પણ માર્ગ સલામતી અંગે ખુબજ ચિંતિત છે. આગામી વર્ષ ર૦ર૦ સુધીમાં  માર્ગ સલામતી નીતિ અન્‍વયે, માર્ગ અકસ્‍માતનો દર પ૦ ટકા જેટલો નીચે લઇ જવાનો ધ્યેય-લક્ષ્યાંક નક્કી કરાયો છે. મોટાભાગના રસ્‍તાઓ પર મૃત્‍યુ માથાની ઇજાઓને કારણે થાય છે. સર્વેક્ષણો અનુસાર ડ્રાઇવીંગ દરમિયાન સીટબેલ્ટના ઉપયોગ દ્વારા અકસ્‍માતમાં ૬૦ ટકા સુધી મૃત્‍યુના જોખમની સંભાવનાઓમાં ઘટાડો થયો છે.

ટ્રાફીક ઝડપમાં એક ટકાનો તથા અકસ્‍માતની સંખ્‍યામાં બે ટકાનો ઘટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના સર્વેક્ષણ અનુસાર, દર વર્ષે વિશ્વમાં ૧૦ લાખથી વધુ લોકો માર્ગ અકસ્‍માતને કારણે મૃત્‍યુ પામે છે. રસ્‍તાઓ પરના અકસ્‍માતો જનતાના આરોગ્‍ય માટે ખુબજ ચિંતાજનક છે જેને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ચિંતાનો વિષય એ છે કે, જે રસ્‍તાઓ પરના અકસ્‍માતો સર્જાય છે તેમાં તેનો સૌથી વધુ ભોગ  યુવાઓ બને છે. માર્ગ સલામતી જળવાતી નથી તેના મુખ્‍ય કારણો જોઇએ તો, ખાસ કરીને અયોગ્‍ય અને વધુ પડતી વાહનની ગતિ, સીટબેલ્‍ટ અને હેલ્‍મેટનો બિનઉપયોગ, નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહન ચલાવવું, રસ્‍તાનું નબળું બાંધકામ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરની અપુરતી રીતે જાળવણી વગેરે રસ્‍તા પરના મૃત્‍યુના અમુક કારણો છે.રાજ્યમાં વર્ષ-ર૦૧૪માં ર૩,૭૧ર માર્ગ અકસ્‍માતો થયા હતા જ્યારે વર્ષ-ર૦૧પ અને વર્ષ ર૦૧૬માં અનુક્રમે ર૩,૧૮૩ અને ર૧,૮પ૯ થયા હતા. માર્ગ સલામતી અંગે જનજાગૃતિના પરિણામે અકસ્‍માતોમાં ક્રમશઃ ઘટાડો  થયો છે. જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૬માં કુલ ૭૬૯૮ માર્ગ અકસ્‍માતો થયા હતા. જેમાં ર૯૦૦ ગંભીર અકસ્‍માતો હતા જેમાં ૭૧૩૧ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી, જ્યારે જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭ સુધીમાં કુલ ૬ર૭૬ માર્ગ અકસ્‍માતો થયા હતા, જેમાં ર૩૪ર ગંભીર અકસ્‍માતો હતા જેમાં પ૬૪ર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આમ, જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૬ની સરખામણીએ જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭માં માર્ગ અકસ્‍માતોની સંખ્‍યામાં ૧૪રર નો ઘટાડો થવા પામ્‍યો છે. માર્ગ સલામતીને આપણે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં લેવું જોઇએ. માર્ગ સલામતી એ મુખ્‍યત્‍વે ચાર  બાબતો Enforcement of Law, Engineering of Road, Education, Emergency care  ઉપર આધારીત છે. જેમાં Enforcement of Law હેઠળ પોલીસ અને વાહનવ્‍યવહાર વિભાગ, Engineering of Road હેઠળ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ Education માં રાજ્યનો શિક્ષણ, પોલીસ અને વાહનવ્‍યવહાર વિભાગ સહભાગી છે, ઉપરાંત આ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંગઠનો સમાવિષ્ટ છે. જ્યારે Emergency care માં રાજ્યનો આરોગ્‍ય અને પરિવાર કલ્યાણ વિભાગ સમાવિષ્ટ છે.રાજ્યમાં વાહનોની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં હાલ ર,ર૦,૦૩૬,પ૩૯ વાહનો નોંધાયેલા છે તે પૈકી ૧૦,૭ર,૯૭૬ ગુડઝ વાહનો, ૧,રપ,૭૪૩ પેસેન્‍જર વાહનો, ૧૦,૧૭૪ એમ્બ્યુલન્‍સ થ્રી વ્‍હીકલ મોટર કાર ર૪,ર૩૧ નોંધાયેલ છે. જ્યારે રપ,૦૩૩૦૬ ફોર વ્હીકલ મોટર કાર નોંધાયેલ છે. રાજ્યની જીપની સંખ્‍યા ૧,૮પ,૮૯૪ છે જ્યારે ૭,પ૮,૩૯૩ ઓટો રીક્ષાઓ આવેલી છે. રાજ્યમાં ૧,૩૭,૦૬પ૯૦ મોટર સાયકલ/સ્કુટર નોંધાયેલા છે. જ્યારે ર૪,૩૭,૭૬૭ મોપેડ વાહનો નોંધાયેલા છે. ટ્રેકટરની સંખ્‍યા ૬,૮૭,૮રપ નોંધાયેલા છે જ્યારે ૩૭,૯૧,૭૩ ટ્રેઇલર વાહનો નોંધાયેલા છે અને અન્‍ય વાહનોની સંખ્‍યા ૬૭,૧ર૩ છે. આ વિગતો ઉપરથી ખ્યાલ આવી શકે કે કે, રાજ્યનો આર્થિક અને સામાજિક વિકાસનો દરમાં પણ ગુણાત્‍મક ધોરણે વૃધ્ધિ થવા પામી છે. પ્રજા અને પ્રશાસનના સંયુક્ત પ્રયાસોને કારણે માર્ગ સલામતી અંગે સંપૂર્ણ સતર્કતા દાખવી અને માર્ગ અકસ્‍માતો ઓછામાં ઓછા થાય તેવા સામુહિક પ્રયાસો કરવાની ખૂબજ આવશ્યકતા છે. આપણી ભાવિ પેઢીના સુરક્ષિત અને સુદ્રઢ ભવિષ્ય માટે માર્ગ સલામતી અંગે પુર્ણતઃ સભાન અને સજાગ રહેવું પડશે. માર્ગ સલામતી અંગેની આ વૈશ્વિક ઝુંબેશ વાસ્તવમાં એક સોનેરી અને સુંદર વિશ્વના નિર્માણ તરફ દોરી જશે.