1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 મે 2025 (21:37 IST)

મોરબીમાં 1 કરોડની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા છીનવી લૂંટારૂઓ ફરાર

gujarat police
મોરબી ખાતે રાજકોટના એક આંગડિયા પેઢીના માલિક નિલેશભાઈ ભાલોડીએ 90 લાખ રૂપિયાની લૂંટની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
 
નિલેશભાઈએ પોલીસ ફરિયાદમાં નોઁધાવ્યું છે કે "તેઓ અને તેમના ડ્રાઇવર જ્યારે રાજકોટથી મોરબી એક જણને 90 લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે મીતાણા ગામ નજીક તેમની કારને આંતરીને બે કારમાં આવેલા પાંચથી સાત અજાણ્યા શખસોએ તેમની પાસેથી 90 લાખ લૂંટી લીધા હતા."
 
ટંકારા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
 
મોરબીના ડિવાયએસપી એસ. એચ. શારડાએ જણાવ્યું હતું કે "તેમની ગાડી પર બે ગાડીમાં આવેલા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ડ્રાઇવરે સાવચેતી આપીને ગાડી હંકારી મૂકી પરંતુ આ બંને ગાડીઓ તેમનો પીછો કરતી હતી. જ્યારે ફરિયાદીની કાર ટંકારા નજીકની ખજૂરા હોટલ પાસે આવી ત્યારે તે અથડાઈ. તેથી ફરિયાદી અને તેમના ડ્રાઇવર ભાગી છૂટ્યા. પછી તેમની ગાડીમાં રાખેલા રૂપિયા તેમનો પીછો કરતા લોકો પડાવીને જતા રહ્યા."
 
એસ. એચ. શારડાએ વધુમાં જણાવ્યું કે અમે જિલ્લાની ચારે તરફ નાકાબંધી કરી છે અને આરોપીઓને પકડા માટે તમામ જગ્યાએ ઍલર્ટ જારી કર્યું છે.