શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 9 માર્ચ 2022 (16:59 IST)

ગાંધીનગર કમલમમાં વડાપ્રધાન સાથે બેઠકમાં હાજર રહેનારા પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો સહિતના નેતાઓના RTPCR ટેસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. 11મીએ સવારે એરપોર્ટથી વડાપ્રધાન મોદી સીધા ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવશે. કમલમમાં ભાજપના તમામ ધારાસભ્યોઝ સંસદ સભ્ય અને ગુજરાત પ્રદેશના તમામ નેતાઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માત્ર 430 લોકો હાજર રહેવાના છે. વડાપ્રધાન સાથે બેઠકમાં હાજર રહેનારા તમામ ધારાસભ્યો, સંસદસભ્યો, પ્રદેશના નેતાઓ અને કમલમમાં નક્કી કરેલા જેટલા લોકો હાજર રહેવાના છે તે તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે કમલમમાં લિસ્ટમાં રહેલા લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને સંસદસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટ વગર કમલમાં કોઈને પણ એન્ટ્રી આપવામા આવશે નહિ.