ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (17:28 IST)

સાબરમતીમાં બનશે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ

મેટ્રો,બુલેટ ટ્રેન, રેગ્યુલર ટ્રેન, BRTS મળી રહેશે એક જ જગ્યાએથી
500 કરોડના ખર્ચે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ
અમદાવાદના સાબરમતી ખાતે એક જ જગ્યાએથી બુલેટટ્રેન, મેટ્રો, રેગ્યુલર ટ્રેન સાથે BRTS બસની કનેક્ટિવીટી  મળી રહે તે માટે એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે
 
આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં યાત્રીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. વળી યાત્રીઓને પાર્કિંગની પણ ખાસ સુવિધા પુરી પાડવામાં આવશે જે માટે 3 માળ તૈયાર કરાયા છે. જેમાં એક સાથે 1500 કાર, 600 ટુ વ્હિલર સુધી પાર્કિંગ કરી શકાશે.