શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જૂન 2020 (10:29 IST)

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીની આગ બીજા દિવસે પણ બેકાબુ, ફાયરબિગ્રેડની 36 ગાડીઓ કરી રહી છે મહેનત

સાણંદ GIDCમાં આવેલી યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભયાનક આગ હજુય બેકાબૂ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, હજુ માત્ર 10 ટકા આગ પર જ કાબૂ આવ્યો છે. આગ માત્ર વર્કશોપ એરિયામાં જ નહીં, પરંતુ કંપનીની ઓફિસમાં પણ ફેલાઈ ચૂકી છે. હાલ તેના પર કાબૂ મેળવવા માટે 32 ફાયર ટેન્કરો સાથે લાશ્કરોની મોટી ટીમ સતત પ્રયાસો કરી રહી છે.  આગ લાગવાને કારણે કંપનીમાં નાસ-ભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાણંદની કંપનીમાં આગ હજુ પણ બેકાબૂ હોવાની માહિતી સામે આવી રહી છે.
 
આગને બૂઝાવવા માટે ફાયર બ્રિગેડના 100 જેટલા કર્મચારીઓ હાલ લાગેલા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 15 લાખ લિટર જેટલા પાણીનો અત્યારસુધી મારો ચલાવાઈ ચૂક્યો છે. જોકે, આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી આ ઘટનામાં NDRFની 2 ટીમ પણ કામગીરીમાં જોતરાઈ છે જ્યારે ફાયર બ્રિગેડની 36 ગાડીઓ ઘટના સ્થળે ભારે જહેમત ઉઠાવી રહી છે. હજુ પણ 10 કિમી સુધી કાળા ડિબાંગ ધુમાડો દેખાઈ રહ્યો છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
 
આ સિવાય GIDC પ્રમુખે એક નિવેદન સામે આવ્યું છે. અમારી ફાયર સ્ટેશનની માગ 4 વર્ષથી પૂર્ણ થઈ નથી. તેમ છતાં ઘણી ઘટનામાં કોઈ જાનહાની નહીં. આ મલ્ટીનેશનલ જાપાનની કંપની છે. લૉકડાઉનમાં કંપની સ્પે.મંજૂરી સાથે ચાલુ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે.
 
શું હતી સમગ્ર ઘટના?
સાણંદ તાલુકાનાં જી.આઈ.ડી.સી. વિસ્તારનાં ગેચ નં.2 પર આવેલી જાપાનીઝ કંપની યુનિચાર્મ ઇન્ડિયા પ્રા.લિ.માં બુધવારે સવારે 9.15નાં સુમારે અચાનક શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી અને જોત-જોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાને કારણે કંપનીમાં નાસ-ભાગ મચી જવા પામી હતી સમગ્ર કામદારો કંપનીની બહાર દોડી ગયા હતા.
 
કંપની તરફથી ફાયર બ્રિગેડને જાણ કરાતાં તુરંતજ સાણંદ, ધોળકા તેમજ અમદાવાદનાં ફાયર ફાઈટરો આવીને યુધ્ધનાં ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા ફાયરનાં જવાનોએ ભારે જહેમત ઉઠાવવા છતાં આગ કાબૂમાં આવવાનું નામ લેતી ન હતી. આગ આખાય પ્લાન્ટમાં ફરી વળી હોવાના કારણે પ્રચંડ ગરમીથી સમગ્ર પ્લાન્ટ ઓગળીને બેસી રહ્યો છે. આ પ્લાન્ટમાં 1500થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કોઈ કર્મચારીને ઈજા નથી થઈ.