1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Sanand high-profile party police raid

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં રેડ, 81ની અટકાયત

ahmedabad rev party
ahmedabad rev party
અમદાવાદમાં સાણંદ પોલીસે ગઈકાલે(4 ફેબ્રુઆરી) મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં   દરોડો પાડી દારૂ અને હુક્કાની મહેફિલનો ભાંડાફોડ કર્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 80 જેટલા યુવક અને યુવતીઓની સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
 
સાણંદના પ્રાઇવેટ વિકેન્ડ હોમમાં મુંબઈના એક શખસે પોતાના સાઢુની મેરેજ એનિવર્સરીને લઇને AVની 25મી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટી યોજી હતી. જેમાં 11 ટેબલ પર કેક, હુક્કા ને દારુ પીરસાયો હતો અને અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડૉક્ટર મહેમાન બન્યા હતા. પોલીસે દરોડો પાડતા જ પાર્ટીમાં અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ટીમે સ્થળ પરથી 10 જેટલા હુક્કા, અનેક દારૂની બોટલો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પાર્ટીમાં આવનાર યુવક-યુવતીઓ આશરે 18 જેટલી લક્ઝરી કારમાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.

 
પોલીસે આ મામલે તમામ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાણંદ પોલીસ દ્વારા આ હાઈપ્રોફાઈલ પાર્ટી અંગે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. અને આ મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી વહેલી સવારે મહિલાઓને હાલ નોટિસ આપીને છોડી મૂકવામાં આવી છે જ્યારે પુરુષો હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.  તેમની ઓળખ અને બેકગ્રાઉન્ડની તપાસ પણ ચાલી રહી છે.
આગળનો લેખ
Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?