મંગળવાર, 23 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (18:29 IST)

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાયરોપ્રેકટર કેમ્પ સંપન્ન

three-day chiropractor camp organized by Gandhinagar
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ગાંધીનગર સેક્ટર ૧૨ સિવિલ કેમ્પસ માં સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશન તથા અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ. ના સંયુક્ત ઉપક્રમે કાયરોપ્રેકટીક સારવાર કેમ્પનું આયોજન તારીખ તા.૩૧ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી કરવામાં આવ્યું હતું.
three-day chiropractor camp organized by Gandhinagar
આયોજિત આ ત્રિ-દિવસીય સારવાર કેમ્પમાં ગરદનનો દુખાવો, પીઠ નો દુખાવો, કમરનો દુખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તકલીફ ધરાવતા ૨૦૦૦ થી વધુ નાગરિકોઓએ આ નવીનત્તમ  સારવાર પદ્ધતિનો લાભ લીધો હતો. સારવાર અર્થે  અમેકિતા સ્થિત LCCW કાયરોપ્રેકટર કોલેજના 9 નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.  
 
કેમ્પના છેલ્લા દિવસે ચેરમેન સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા લાઈફ કાયરોપ્રેકટીક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ.રોન ઓબરસ્ટાઇન સહિત તેમની ટીમને સંસ્થા તરફથી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભાર પ્રગટ કર્યો હતો.