સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:33 IST)

બોટાદમાં ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલનો ભાજપના કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યો

Saurabh Patel's partner, who participated in Botad, was made an activist
બોટાદ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેવી માંગ સાથે કોળી સમાજની બેઠક યોજાઈ હતી. બે દિવસ પૂર્વે 1500થી વધારે કડવા પાટીદારની ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે તેને લઈ બેઠક યોજાઈ હતી. કોળી સમાજના 500થી વધારે આગેવાનોની બેઠક યોજાતા સૌરભ પટેલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળ્યો હતો. આ બેઠક પરથી માત્ર 2012 થી 2017ની એક ટર્મને છોડીને 1998 થી સૌરભ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. પરંતુ અત્યાર સુધી જે લોકો દિવસ-રાત તેમની સાથે હતા તેમને સાઈડઆઉટ કરાતા તમામ લોકો સૌરભ પટેલથી થાકીને તેમની સામે બાયો ચડાવી છે. એક સમયે ખભેથી ખભો મળાવીને સૌરભ પટેલનો સાથ આપનાર છનાભાઈ કેરાળિયાએ જ તેમના પર રોષ ઠાલવતાં કહ્યું કે, બોટાદ વિધાનસભાના ધારાસભ્ય સૌરભ પટેલનો કોળી સમાજ, પટેલ સમાજ સહિત બધા જ સામાજમાં ખુબ જ વિરોધ છે. છેલ્લા 10 વર્ષથી તેમણે કંઈ જ કામ કર્યુ નથી. આની પહેલાની ટર્મમાં માણીયા સાહેબ ધારાસભ્ય હતા, પરંતુ હુકમત તો તેમની જ ચાલતી હતી. માર્કેટીંગ યાર્ડ હોય, જિલ્લા પંચાયત કે પછી તાલુકા પંચાયત હોય બધે જ એ કહે એમ જ થાય. માણીયા સાહેબ સજ્જન અને લાયક વ્યક્તિ હતા, પરંતુ આ ભાઈએ તેમને સાઈડમાં કરી દિધા અને તેમના સમયમાં પણ પોતાની જ મનમાની ચલાવી હતી. ત્યારે આ બધા જ પાપના લીધે આ ભાઈ આજે તમામ સમાજથી વિખૂટા પડી ગયા છે.બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર બધા સમાજની એક જ માંગ છે કે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જેમાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો ટિકિટ માંગશે એવું જણાવવામાં આવ્યું હતું. જે માટે 5 નામ કોળી સમાજના પણ આપવાના છે. સૌરભ પટેલને જો ટિકિટ અપાશે તો લોકો તેને હરાવવા તૈયાર છે, તેવું ત્યાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. તેમજ સ્થાનિકોનું ગણિત પણ એવું છે કે, સૌરભ પટેલ આ વખત હારવાના છે.