મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 29 ડિસેમ્બર 2021 (13:25 IST)

બગોદરા ધોળકા રોડ પર સર્જ્યો ગમખ્વાર અકસ્માત, 3ના મોત 10ને ઇજા

Serious accident on Bagodra Dholka Road
અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધૂકા હાઈવે પર લોલીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. જેમાં મહિલા અને બે પુરૂષના મોત થયા છે. જ્યારે 10 લોકોને ઇજા પહોંચી છે. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં સર્જાયો અકસ્માત હોવાનું જાણવા મળ્યું છે. 
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર બગોદરા ધોળકા રોડ પર અકસ્માત સર્જાયો ચેમાં બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તૂફાન ગાડી ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં એક મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે 10 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સોલા સિવિલમાં રિફર કરવામાં આવ્યાં છે.

 આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે ચારેક મહિના પહેલાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ચારેક મહિના પહેલાં ધંધૂકા-બગોદરા હાઈવે પર વહેલી સવારે 5.00 કલાકે સૌરાષ્ટ્ર તરફ 56 લોકોને ટૂરમાં લઈને જતી પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં 3 બાળક સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.