અહો આશ્વર્યમ... કોમ્યુટર ઓપરેટરને માત્ર 10 રૂપિયાની લાંચ લેવી ભારે પડી
ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તાંદોદ તાલુકાની પંચાયતના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર કર્મચારીને માત્ર 10 રૂપિયાની લાલચ લેવી ભારે પડી છે.
નર્મદા એસીબી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ બનાવીને તેઓને વિનામૂલ્યે આપવાનું હોય છે. તાંદોદ પંચાયત કચેરીમાં 10 થી 105 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની માહિતી મળતા એક જાગૃત નાગરિકને પોતાની સાથે લઈ છટકું ગોઠવ્યું હતું.
આ દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટર પ્રવીણ શના પાસેથી બીપીએલનું પ્રમાણપત્ર મેળવવા રૂ.10ની માંગણી કરવામાં આવી હતી. એસીબીએ બિછાવેલા ટ્રેપમાં પ્રવીણ શના નર્મદા એસીબી પીઆઈ બી.ડી રાઠવાના હાથે ઝડપાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારી કામો કરાવવા માટે સરકારી કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવતી હોવાની વારંવાર ફરિયાદો સામે આવતી રહે છે. જો કે માત્ર 10 રૂપિયાની લાંચ માટે કોઈ વ્યક્તિ માટે છટકું ગોઠવવામાં આવ્યું છે, તે ખૂબ જ આશ્ચર્યજનક છે.