સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:10 IST)

રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું, 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરો બેસી શકશે

ગુજરાતમાં 2017ની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન ઉડાવીને ગુજરાતને એક નવા યુગમાં મુકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં રાજ્યમાં સી-પ્લેન એ એક સરકાર માટે પણ ચિંતા બની ગઇ હતી. અને અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટમાંથી કેવડીયા કોલોની સુધીની સી-પ્લેન યાત્રા કદી કાયમી બની ન શકી પરંતુ હવે રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને ટૂંક સમયમાં ફરી એક વખત સી-પ્લેન ઉડવા માંડશે તે નિશ્ચીત કરવા પ્રયત્ન કર્યો છે. જો કે અગાઉ સરકારે ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ ક્યાંય પૂર્ણ સફળતા ન મળતા રિ-ટેન્ડર કરાયું છે. 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરોને બેસાડવામાં આવે છે અને એક તબક્કે 4800ની પ્રતિ પેસેન્જર ફી રખાઈ હતી પરંતુ હવે નવા સી-પ્લેન સાથે શરતો પણ નવી હશે અને તે વધુ આધુનિક હશે તેવું માનવામાં આવે છે. એક વખત આ સી-પ્લેન સેવા નિયમિત બને પછી રાજ્યના અન્ય વિસ્તારો કે જયાં નદીઓ અને મોટા તળાવો છે ત્યાં સી-પ્લેન સેવા શરુ કરવાની પણ તૈયારી છે.