શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:58 IST)

ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે સાબરકાંઠા, જામનનગર, મહેસાણા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ, સાબરકાંઠા, આણંદ, મહેસાણા સહિતના કેટલાક તાલુકાઓમાં માવઠું પડવાની આગાહી કરાઈ હતી.
 
મંગળવારે મહેસાણા, રાજકોટ, જામનગર, આણંદ, ખેડા સહિતના 23 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહીથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.
 
આાગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ ઢાંકી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી, જેના ભાગરૂપે ભરશિયાળે આજે પરોઢીયે વરસાદ પડ્યો અને હવે શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, રાયડાના પાકમાં ખેડૂતોને નુકશાન થઈ શકે છે.
 
ભરશિયાળે કમોસમી વરસાદી માવઠુ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ પાક માટે કમોસમી વરસાદને પગલે ખેડુતો પર આફતના ઓળા દેખાઈ રહ્યા છે. અંબાજીમાં વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે માવઠાની અસર જાેવા મળી છે. ગાંધીનગરમાં પરોઢીયે ચોમાસામાં પડે એ પ્રકારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળ્યા છે.
 
રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો જાેવા મળ્યો છે. કડી સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસતા જાણે ચોમાસાની સીઝન હોય તેવો ભાસ થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
 
ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે. દાહોદ-અરવલ્લી જિલ્લાના ગરબડા, મેઘરજમાં વાતાવરણમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે.
 
રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે કચ્છમાં વરસાદ સાથે કરા પડતા લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
 
કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રના હળવદ સહિતના રણકાંઠા વિસ્તારમાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે અગરિયાઓને નુક્શાનના અહેવાલ છે.
 
ઉત્તર ગુજરાતમાં માવઠાંની અને ત્યારબાદ બુધવારથી તાપમાનમાં ૫ સે.સુધી ઘટાડા સાથે ફરી કડકડતી ઠંડી પડવાની શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. હળવદ પંથકના ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મિયાણી સહિતના ગામોમાં સોમવારે સાંજે વાદળિયા હવામાન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે શિયાળુ પાકમાં નુક્શાની સાથે અગરિયાઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો.