શનિવાર, 15 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:28 IST)

અમદાવાદની LG હોસ્પિટલની ગંભીર બેદરકારી

Serious negligence of LG Hospital
અમદાવાદની LG હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમા પ્રસુતિનો દુખાવો થતા મહિલા હોસ્પિટલ પહોચી તો તેને પરત મોકલી દેવામાં આવી. પરંતુ હોસ્પિટલ પ્રાંગણમાંજ મહિલાની ડિલવરી થઈ અને બાળકનું મોત નિપજ્યુ. 
 
મહિલાને ખરેખર પ્રસુતિની પીડા થઈ રહી તેના કારણેજ તે હોસ્પિટલ પહોચી હતી. પરંતુ તે સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હજુ એક મહિનાની વાર છે અને આવું કહ્યા બાદ મહિલાને હોસ્પિટલથી પરત મોકલી દેવામાં આવી હતી.