સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (11:56 IST)

અમદાવાદમાં બિલ્ડરો પર 25 જગ્યાઓએ આઇટીના દરોડા, શિલ્પ- શિવાલિક ગ્રુપમાં તપાસ

આઇટી વિભાગે ફરીથી અમદાવાદમાં મોટા દરોડા કર્યાં છે, શહેરમાં એક સાથે 25 જેટલા ઠેકાણાં પર આઇટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે જેમાં જાણીતા બિલ્ડપ ગ્રુપ શિવાલિક અને શિલ્પમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં IT વિભાગ દ્વારા એક સાથે 25 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શિવાલિક ગ્રુપના ચિત્રક શાહ, તરલ શાહ, શિલ્પ ગ્રુપના યશ બ્રહ્મભટ્ટ, બ્રોકર દીપક નિમ્બાર્કના શારદા ગ્રુપ અને બ્રોકર કેતન શાહના ઓફિસ અને નિવાસસ્થાન સહિતના ઠેકાણાં પર દરોડા કરવામાં આવ્યાં છે.આઇટી વિભાગ હાલમાં તપાસ કરી રહ્યું છે અને જુદી જુદી ટીમો આ તપાસમાં જોડાઇ છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે. થોડા સમય પહેલા પણ આઇટીએ અમદાવાદમાં જાણીતા ગ્રુપો પર દરોડા કરીને મોટી ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.મળતી માહિતી મુજબ આ બંને બિલ્ડર ગ્રૂપના પ્રમોટર્સ ના ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવ ના ઘરે તપાસ ચાલી રહી છે આ સાથે જ બંને બિલ્ડરની ઓફિસમાં પણ તાપસ કરવામાં આવી રહી છે. 
 
દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતાં બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. 
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.