સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (17:08 IST)

રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ

બિન સચિવાલયની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા અગામી 15 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે અને બે મહિનામાં આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે.
 
ગતરોજ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જોકે હવે પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા  અગામી 15 દિવસમાં બિન સચિવાલયની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સાથેજ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, કે બે મહિનામાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
 
રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે. 3 વર્ષ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની જાહેરાત કરી છે.  ગૌણ સેવા પંસદગી મંડળે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, 3 વર્ષ બાદ પરીક્ષાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા મોકૂફ રહેવાની સંભાવના હતી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાથી પરીક્ષા ફરી એક વખત મોકૂફ રખાઈ છે. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધો.12ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેવાતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે.