શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 31 ઑક્ટોબર 2018 (13:02 IST)

સરદાર સાહેબનો વિરોધ કરી છાજિયા લેનારા આજે કરે છે તેમની પ્રતિમાના ગુણગાન

પીએમ મોદીએ કેવડીયા કોલોની ખાતે આવેલી વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ વેલી ઓફ ફ્લાવરમાં ફોટો શૂટ કરાવ્યુ હતું. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી ફ્લાવર ઓફ વેલીમાં એકલા ફરતા પણ જોવા મળ્યા હતા.. 
શંકરસિંહ વાઘેલાએ કાલે ટ્વિટ કરી એ વાતની પુષ્ટિ કરી છે કે જે વખતે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આજ ભાજપી નેતાઓએ અમદાવાદ એરપોર્ટને સરદાર સાહેબનું નામકરણ ન અપાય તે માટે તત્કાલીન વડાપ્રધાન એચ. ડી. દેવગોડાના અમદાવાદ પ્રવાસ વખતે કાળા વાવટાઓ ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. કાલે જ ભાજપ અને PM મોદી સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના અનાવરણ દ્વારા પોતે જ તેમના પાક્કા ભક્તો હોવાનો સિક્કો લગાવવાના છે ત્યારે તેવા ભાજપની હવા કાઢતાં ૬ ડીસેમ્બર ૧૯૯૬નો દસ્તાવેજી પુરાવો સામે આવ્યો છે તે દિવસે અમદાવાદ એરપોર્ટ ને સરદાર સાહેબના નામકરણ વખતે હાલનાં મધ્યપ્રદેશના રાજ્યપાલ અાનંદીબેન પટેલે અને તેમની સાથેના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને સરદાર સાહેબના નામનો ઉગ્ર વિરોધ કર્યો અને હવે પોતે જ સાચા સરદાર ભક્ત હોવાનું માર્કેટિંગ કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા અને વડાપ્રધાનપદ પર એચ.ડી.દેવગોડા હતા અને ૬ ડીસેમ્બર 1996ના દિવસે અમદાવાદ એરપોર્ટના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામકરણ માટે આવ્યા ત્યારે તે વખતે ભાજપના મહિલા સાંસદ સહિતના ભાજપના અન્ય કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવીને સરદાર સાહેબના નામનો વિરોધ કર્યો તે અમદાવાદ એરપોર્ટના ઈતિહાસમાં નોંધાયેલું છે.અમદાવાદની ધરતી પર પગ મુકતા જ અન્યાય અને અપમાન સામે સંઘર્ષની ઝળહળતી મશાલ જેવા સરદારની ભૂમિ પર પગ મુકીએ છીએ એવો અહેસાસ દરેક પ્રવાસી ને થાય, એક લોખંડી મનોબળ ધરાવતા સત્યાગ્રહી અને સ્વાતંત્ર સમયના સેનાપતિ , ઉપરાંત અનેક અટપટા પ્રશ્નો ઉકેલનારા કુશળ મુત્સદીની કર્મભૂમિ ગુર્જર ધરાનું ગૌરવ લોકમાનસમાં અંકિત થાય એવો અભિગમ હતો. રાજપાના મુખ્યમંત્રી તરીકે વાધેલાએ તત્કાલીન વડાપ્રધાન દેવગોવડા સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી કેમ કે એરપોર્ટના નામકરણ માટે અગાઉની સરકારો દાદ આપતી નહોતી. વાઘેલાની રજુઆતના પગલે 6 ડીસેમ્બર 1996 ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક એવું નામાભીકરણ થયું