ગુજરાતીઓનો અનોખો ક્રિકેટ પ્રેમ, પેન્સીલ અણી પર બનાવ્યો 'વિશ્વનો સૌથી નાનો વર્લ્ડકપ'

world cup
અમદાવાદ| Last Modified મંગળવાર, 11 જૂન 2019 (18:27 IST)

: વર્લ્ડ કપ 2019ની શરૂઆત થઈ ચુકી છે ત્યારે પ્રથમ મેચથી જ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન પ્રસંશનીય રહ્યું છે એવામાં ક્રિકેટ ચાહકો પોતાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અવનવી રીતે દર્શાવી રહ્યા છે ત્યારે જમાલપુરમાં રહેતા રોફ શેખે વજનમાં સૌથી હલકો હોય તેવો સોનાની મદદ વડે માત્ર 0.800 મીલીગ્રામ વજનનો કપ બનાવ્યો છે. જે વિશ્વમાં સૌથી હલકો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ સુરતના એક ક્રિકેટ પ્રેમી દ્વારા દુનિયાનો નાનામાં નાનો વર્લ્ડ કપ પેન્સિલની અણી પર બનાવવામા આવ્યો છે. આ સાથે તેમને બેટ, બોલ, સ્ટમ્પ અને માઇક પણ પેન્સિલની અણી પર કોતર્યા છે.

હાલ સમગ્ર દેશ સહિત દુનિયામા વલ્ડ કપ ફીવર ચાલી રહ્યો છે. ત્યારે આ ગુજરાતીઓ ક્રિકેટપ્રેમી યુવાનોએ ભારતીય ખેલાડીનો જુસ્સો વધારવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યા છે. અમદાવાદ શહેરના જમાલપુરમાં રહેતા રોફ શેખે વજનમાં સૌથી હલકો હોય તેવો સોનાની મદદ વડે માત્ર 0.800 મીલીગ્રામ વજનનો કપ બનાવ્યો છે. જે વિશ્વમાં સૌથી હલકો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
રોફ શેખે વર્ષ 2007માં 1.200 ગ્રામનો સોનાનો કપ બનવ્યો હતો. રોફ શેખે આ વખતે 0.880 મીલીગ્રામ જેટલા જ વજનનો સૌથી હલકો કપ બનાવ્યો છે.

world cup

આ અગાઉ લંડનના એક શખ્સે 900 મીલીગ્રામનો કપ બનાવ્યો હતો જે વિશ્વમાં સૌથી હલકો માનવામાં આવતો હતો. ત્યારે હવે રોફ શેખે બનાવેલા વિશ્વના આ સૌથી હલકા કપની વાત કરીએ તો તેને બનાવવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે તો સાથે જ 60,000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ કપ 18 સેન્ટિમીટરની ઉંચાઈ અને 4 સેન્ટિમીટરની પહોળાઈ ધરાવે છે. ભારત આ વખતે વર્લ્ડ કપ જીતે તો રોફ શેખ આ 0.800 મીલીગ્રમના કપને ભારતીય ટીમને ભેટ આપવા માંગે છે અને જો તે શક્ય ના બને તો પ્રધાનમંત્રી મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહને પણ તેઓ આ કપ ભેટ સ્વરૂપે આપવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટના ચાહક એવા રોફ શેખે વર્લ્ડ કપ 2007 દરમિયાન પણ એક કપ બનાવ્યો હતો પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની હાર થતા તેમણે વર્ષ 2007 માં બનાવેલો 1.200 ગ્રામનો કપ સીએમ વિજય રૂપાણીને ભેટમાં આપ્યો હતો.

તો બીજી તરફ એક સુરતીલાલાએ પેન્સીલ અણી પર વર્લ્ડ કપ બનાવ્યો છે. આ સાથે તેમને બેટ, બોલ, સ્ટમ્પ અને માઇક પણ પેન્સિલની અણી પર આંકવામા આવ્યા હતા. જેમને બનાવવામા અંદાજિત ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. મીની આર્ટીસ્ટ તરીકે જાણીતા પવન શર્માએ પેન્સિલની અણી પર જ વર્લ્ડ કપ, બોલ, સ્ટમ્પ અને માઇકની કૃતિ બનાવી છે. આ કૃતિની ખાસિયત એ છે કે, દુનિયાનો નાનામાં નાનો વર્લ્ડ કપ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેની ઉંચાઇ 0.7 એમએમ છે. જ્યારે બીજા વલ્ડકપની ઉંચાઇ બે એમએમ છે.

પવન શર્માએ જણાવ્યું હતું કે શરૂઆતના સમયે પેન્સિલની અણી પર વર્લ્ડ કપ આંકવાનું ખુબ જ મુશ્કેલ થઇ પડયું હતું. બે વાર અધડો વર્લ્ડ કપ બન્યા બાદ પેન્સિલની અણી તુટી ગઇ હતી. ત્યારબાદ ફરી નવા સાહસ સાથે પેન્સિલ પર દુનિયાનો નાનો વર્લ્ડ કપ બનાવવામા આવ્યો હતો. જેને તૈયાર કરવામા અંદાજિત 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. તેમની એક એવી ઇચ્છા છે કે, ટીમ ઇન્ડીયા બે વખત વર્લ્ડ કપ તો જીતી છે. પરંતુ જો ત્રીજો વર્લ્ડ કપ તેઓ જીતી લાવશે તો દુનિયાનો આ નાનામાં નાનો વર્લ્ડ કપ ભારતીય ટીમને સમર્પિત કરવામાં આવશે.

આ અગાઉ પવન શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ પણ પેન્સિલ પર બનાવી હતી. ત્યારે હવે વર્લ્ડ કપની કૃતિને લઇને તેઓ ગીનિસ બુક તથા લીમ્કાબુક ઓફ વલ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે.


આ પણ વાંચો :