શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (09:39 IST)

શું સાપ બિયર પી ગયો ? બિયરના ટીનમાં સાપનું મોઢું ફસાઈ ગયું, બાદમાં બચાવી લેવાયો

ગુજરાતમાં દારૂબંધી છે એના લીરેલીરા ઉડતા તો રોજ જોવા મળે છે. હાસ્યાસ્પદ બનેલી દારૂબંઘીમાં પણ કેટલીક એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેનાથી હસવું રોકી શકાતું નથી. રસ્તામાં પડેલા કોઈ ટીન કે ડબ્બાને કોઈ ચોપગુ પ્રાણી ચાટે એમાં નવાઈ પામવા જેવી કોઈ વાત હોતી નથી. પણ જો સરીસૃપ ચાટે તો ચોક્કસ નવાઈ લાગે. સાબરકાંઠામાં સ્થિત સાબરડેરી નજીકના ખેતરમાં કોઈ બિયર પીને તેનું ટીન ફેંકી ગયું હતું અને આ દરમિયાન ખેતરમાં પસાર થતાં સાપનું મોઢું આ ટીનમાં ફસાઈ ગયું હતું. મોંઢું ફસાઈ જતાં સાંપ જાણે હાંફણો ફાંફણો થઈ ગયો હતો. આ ઘટનાની જાણ ડેરીની નજીકમાં આવેલ  કર્મયોગી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના નિકુલભાઈ શર્માને થતાં તેમણે ટીનમાંથી સાપનું મોઢું કાઢીને સાપને નવજીવન બક્ષ્યું હતું. આવી માનવતા ઉડીને આંખે વળગે એમ છે પણ દારૂબંધીનો કાયદો આવા બનાવોથી ખરેખર હાસ્યાસ્પદ બન્યો છે.