શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (20:08 IST)

રાત્રિ કરફ્યુના સમયમાં થઇ શકે છે ઘટાડો, લગ્નમાં 400 લોકોને મંજુરી

કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો

આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી  1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો  છે તે  31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.
 આ  8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ   રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
 
 રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની  મર્યાદા છે તે  તારીખ 31  જૂલાઈ થી  વધારીને 400  વ્યક્તિઓ ની કરવામાં આવી છે આવા  કાર્યક્રમોનું   જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400  વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે. 
 
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં  વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય  આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.