શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (13:59 IST)

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા કોરોનાગ્રસ્ત થયાં, ડીસા સબજેલના 15 કેદી પોઝિટિવ

આજે ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે. જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. જેથી દિવસેને દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. 7 જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇનમાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરમાં દૈનિક 500થી વધુ કેસ આવે છે ત્યાં પણ રાત્રિ કર્ફયૂ લાદવામાં આવે એવી શક્યતા છે.8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 12 જાન્યુઆરીએ 10 હજારની નજીક નવા કેસ આવ્યા હતા. 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા હતા અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. અમદાવાદ અને સુરત શહેરમાં જ રાજ્યના કુલ કેસના 67% કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના શૂન્ય કેસ રહ્યા હતા. કોરોનાથી 4ના મોત નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નું મોત થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.32% છે.