1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (12:50 IST)

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લાંબા ગાળાનું આયોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાશે

પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પરિણામે રાજ્યમાં વન અને વન બહારના વિભાગના વૃક્ષો તથા વન્ય જીવ સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે. વિધાનસભા ખાતે વન વિભાગની વર્ષ 2019ની રૂપિયા 1454 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં વન અને આદિજાતિ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન્યજીવોના જતન અને રક્ષણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચાલુ વર્ષે વન વિભાગના બજેટમાં 12.97 કરોડનો વધારો કર્યો છે. એ જ દર્શાવે છે કે વનોના જતન માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. 
 
તેમણે કહ્યું કે વન અને વન બહારના વિભાગોમાં વૃક્ષોનો વધારો થાય એ માટે જનભાગીદારી થકી પ્રયાસો કરવામાં આવશે. વન આધારિત લોકોની આજીવિકા માં વધારો થાય એ માટે પણ પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિના પરિણામે વનવિસ્તાર અને વન વિસ્તાર ના બહાર ના વૃક્ષો ની સંખ્યા વધી છે. વનવિસ્તાર બહારના વૃક્ષની સંપદાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. વર્ષ 2005 ની સરખામણીએ રાજ્યના વનવિસ્તારમાં 371 ચો. કી.મી.નો વધારો અને વનવિસ્તાર બહારના વૃક્ષોમાં પણ 13.97 ટકાનો વધારો થયો છે.  રાજ્યમાં 11 40000 ચો.કિમી વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે શેરના વાવેતર માટે રૂપિયા 3.70 કરોડની જોગવાઈ કરાઈ છે.
 
મંત્રી ગણપતભાઇ વસાવાએ ઉમેર્યું કે એશિયાટિક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે.  સાસણગીરમાં પ્રવાસીઓ ના ધસારાના ભારણ ઘટાડવા માટે રૂપિયા 37 કરોડના ખર્ચે રાજ્યમાં નર્મદા (કેવડીયા) સુરથ તથા ડાંગ જિલ્લામાં નવા સફારી પાર્ક સ્થાપવામાં આવશે.  સિંહોના સંરક્ષણ અને જતન માટે રૂ ૩૫૦ કરોડનું લાંબાગાળાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે જે માટે આ વર્ષે રૂપિયા ૧૨૩ કરોડની જોગવાઈ કરાઈ છે જેમાં સિંહોની સારવાર માટે અદ્યતન હોસ્પિટલ, સિંહ એમ્બ્યુલન્સ, cctv નેટવર્ક, સિંહોના મોટાપાયે રેડિયો કોલરની કામગીરી, ક્ષેત્રીય સ્ટાફ માટે જીપીએસ યુક્ત વાયરલેસ ફોન સર્વેલન્સ અને એક નવા શેત્રુંજી ડિવિઝનની રચના કરાશે. સાસણ ખાતે હાઇટેક મોનિટરિંગ યુનિટની પણ સ્થાપના કરાઈ છે.
 
તેમણે કહ્યું કે રાજ્યના ઐતિહાસિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ના વિકાસ માટે પણ રૂપિયા રૂપિયા 30 કરોડની જોગવાઈ કરાઈ છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના વિસ્તારમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ, આરોગ્ય એકતા  નર્સરી, વિશ્વ વન ,કેકટસ ગાર્ડન, ન્યુટ્રીશન ગાર્ડન બનાવાશે જે પ્રવાસીઓ માટે એક નજરાણું બનશે. કેવડિયા ખાતે સ્થાનિક યુવાનો માટે પણ વધુ રોજગારી ઉત્પન્ન થઈ છે.
 
તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2004થી રાજ્યના આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થળોએ રાજ્યકક્ષાના વન મહોત્સવ ઉજવવાનુ શરૂ કરાયું છે અને તે સ્થળોને વિકસાવી સાંસ્કૃતિક વન નામાભિધાન કરાયું છે ગત વર્ષ સુધીમાં કુલ ૧૭ જેટલા સાંસ્કૃતિક વનોની સ્થાપના કરાઈ છે આ વર્ષે અમદાવાદના ઓઢવ ખાતે ઝડેશ્વર મહાદેવના મંદિર ખાતે સાંસ્કૃતિક વન ઉભુ કરાશે. રાજ્ય સરકારે સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ દ્વારા વન સરક્ષણમાં લોકો ને જોડયા છે.રાજ્યમાં 34 25 વન વ્યવસ્થા સમિતિઓના ૧૪ લાખથી વધુ સભ્યો દ્વારા 5.42 લાખ હેક્ટર વન વિસ્તારના સરક્ષણ વ્યવસ્થાપન અને સંવર્ધનની કામગીરી જનભાગીદારીથી કરાય છે