રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (11:21 IST)

સુરત નજીક વિચિત્ર અકસ્માત, ટ્રકની પાછળ દોરડા સાથે ઢસડાયો યુવક

road accident
અકસ્માત તો તમે ઘણા પ્રકારના જોયા હશે પરતું સુરત શહેરમાં અજીબો ગરીબ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ટ્રકની પાછળ લટકતા દોરડામાં બંધાયેલી હાલતમાં ઢસડાયો હતો. યુવકને ઢસડાતો જોતા કાર ચાલકે દોરડા પર કારનું ટાયર મૂકી દોરડું કાપી નાખી યુવકને બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે. જોકે આ ઘટના સામે આવતા હજીરા પોલીસે પણ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
 
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે જમીન પર લોહી પડ્યું છે યુવકના કપડાં લોહીથી લથબથ છે. અને લોકોનું ટોળું ઉભેલું છે. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. યુવકના હાથ-પગ અને માથાના ભાગમાં ઇજા પહોંચી હોવાથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ થઇ થઇ છે.