શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ. , બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (15:56 IST)

ધોરણ 10ની વિદ્યાર્થી થઇ ગર્ભવતી, 4 લોકોની સાથે બાંધ્યો સંબંધ, પિતા કોણ?

સુરતમાં એક ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં 10મા ધોરણમાં ભણતી કિશોરીને અચાનક પેટમાં દુખાવો થયો અને તેના માતા-પિતા તેને હોસ્પિટલ લઇ ગયા. કિશોરીને હોસ્પિટલના ડોક્ટર દ્રારા સોનોગ્રાફી કરાવવાની સલાહ આપવામાં આવી. જેથી કિશોરીના પરિવારે સોનોગ્રાફી કરાવી. તપાસમાં ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે. ત્યારબાદ કિશોરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં ખબર પડી કે કિશોરીનું એક સાથે નહી ચાર લોકો સાથે અફેર હતું. પોલીસ આગામી દિવસોમાં ગર્ભમાં બાળકના પિતાની ઓળખ કરાવવા માટે આરોપીઓના ડીએનએ ટેસ્ટ કરાવશે. 
 
રિપોર્ટ અનુસાર આ કેસ સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પોતાના પરિવાર સાથે રહે છે અને 10મા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીના પેટમાં દુખાવો થતાં તેના પરિવારના સભ્યોએ સોનોગ્રાફી કરાવી, તો તેમને ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે. એટલા માટે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. કિશોરીએ પોલીસ પૂછપરછમાં પોતાના પ્રેમી યશનું નામ લીધું હતું એટલે પોલીસે યશની ધરપકડ કરી લીધી. ત્યારબાદ કિશોરીએ પોતાના બીજા પ્રેમી ધીરજનું નામ લીધું હતું. એટૅલા માટે પોલીસ ધીરજની ધરપકડ કરી લીધી. પોલીસે યશ અને ધીરજની પૂછપરછ કરી તો તેમાં અન્ય બે સાથે સંબંધ બાંધ્યાની વાત કબૂલી કરી હતી. 
 
પોલીસે અમરોલી વિસ્તારમાં રહેતા અજય નાગરલેની ધરપકડ કરી છે. શરૂઆતમાં જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તેને ગોળમટોળ જવાબ આપ્યો. ત્યારબાદ તેણે પોતાના પ્રેમી યશનું નામ લીધું. એટલા માટે પોલીસે યશની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ પોક્સો, દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીએ એકથી વધુ સાથે શારિરીક સંબંધ બાંધ્યા હોવાથી પોલીસ આગામી દિવસોમાં ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે જેથી જાણી શકાય કે કિશોરીના ગર્ભમાં કોનું બાળક છે? કિશોરીના ચાર લોકો સાથે અફેરની વાત જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ.