શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (15:55 IST)

12 વર્ષનો કિશોરનું અચાનક બેભાન થતાં મોત

12 વર્ષનો કિશોરનું અચાનક બેભાન થતાં મોત - જામનગરના ધ્રોલમાં આ પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના 12 વર્ષના કિશોરનું અચાનક અકાળે મોત થઈ ગયું છે.  મૃતક ધ્રોલ ખાતે એક શિક્ષકના ઘરમાં રહી સૈનિક સ્કૂલનો અભ્યાસ કરતો હતો. તેને શરદી-ઉધરસ સિવાય કોઈપણ રોગ નહીં હોવાનું સામે આવ્યું છે. જોકે ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેનું સુગર લેવલ વધી ગયું હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
વ્રજને રાત્રે સાડા ત્રણ વાગ્યે તપાસતાં તે બેભાન હતો
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 12 વર્ષનો વ્રજ સોરઠિયા રાજકોટમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો  રાજેન્દ્રસિંહ બારડના જણાવ્યા મુજબ, વ્રજ સહિતનાં બાળકો મારી પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરે છે.

ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બધાં બાળકો સૂઈ ગયાં હતાં. બાદમાં રાત્રે એકાદ વાગ્યે મેં ચેક કરતા બધા સૂતા હતા. ફરી રાત્રે સાડા ત્રણ વાગ્યે તપાસ કરતા વ્રજ તેની જગ્યાએથી પડી ગયો હતો. આ કારણે મેં તેને પૂછતાં તે બેભાન હોવાનું જણાયું હતું. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ત્યાં કોઈ ડોક્ટર નહીં હોવાથી તેને સિવિલમાં ખસેડાયો હતો. જોકે અહીં તપાસ કરતા વ્રજનું સુગર લેવલ વધારે જણાયું. આથી શિક્ષકે વ્રજના માતા-પિતાને ફોન કર્યો
12 વર્ષનો કિશોરનું અચાનક બેભાન થતાં મોત